[પાછળ] 
ભૈ માણસ છે!

રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે!

પહાડથી એ કઠ્ઠણ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડ દડી પડે ભૈ માણસ છે!

ચંદર પર ચાલે ચપચપ માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ માણસ છે!

સૂર્યવંશીનો પ્રતાપ એનો  માણસ છે!
ભરબપ્પોરે ઢળી પડે  ભૈ માણસ છે!

પૂજાવા ઝટ થયા પાળિયા માણસ છે!
ટાણે ખોટ્યું પડી પડી ભૈ માણસ છે!

-જયંત પાઠક
 [પાછળ]     [ટોચ]