[પાછળ]
બિન હલેસે હોડી તરે

કવિએ અલગ અલગ સમયે લખેલા ૧૪ અલગ અલગ હાઈકુને અત્રે એકમેકની સાથે રજૂ કરવામાં આવ્યા છે.

પવન પડે બિન હલેસે હોડી એકલી તરે ડૂબે વહાણ જોતું ક્ષિતિજે સઢ થતા અલોપ અબ્ધિ છોળોએ ઊછળી ઊંચે ઝીલ્યો દડો સૂર્યનો તરતું જાય હવામાં પંખી ગાતું નભ રંગાતું ગયું ઝાપટું વર્ષી કિરણો ભીના હવે હવામાં વાદળો હવે ન ગર્જે ન વરસે રંગોળી પૂરે ભીંજી બહાર ઘરે મારે ખંખેરે ચકલી પાંખ રંગે વાદળી રહી ભીંજાઈ લાલ ક્ષિતિજે સૂર્ય સૂકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા લટકે ઊંધે માથે અદાલતોને વૃક્ષે વાગોળ કેડે દીકરો ભારો માથે અમીની ચોગમ ધારા કો અહીં મારું પૂછે નિર્જન કેડી પહાડો ઊંઘે આથમ્યો રવિ નીલ નભ સુરેખ કોટ કાંગરા પારેવા બેઠાં કોટની રાંગે ભાણ નિરાંતે ડૂબે
-સ્નેહરશ્મિ
[પાછળ]     [ટોચ]