[પાછળ]
તારી તે લટને

તારી તે  લટને  લ્હેરવું  ગમે
ઘેલા કો  હૈયાને  ઘેરવું  ગમે

મંદ મંદ વાયુના  મનગમતા છંદમાં
વેણીનાં   ફૂલની   વ્હેતી  સુગંધમાં

ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે
તારી તે  લટને  લ્હેરવું  ગમે

એનું તે ઘેન કોઈ  નેનમાં છવાય છે
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે

એ સૌ ઊલટભેર હેરવું ગમે
તારી તે  લટને  લ્હેરવું  ગમે

-નિરંજન ભગત
[પાછળ]     [ટોચ]