નવજાત શિશુને તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય ઝુલાવતું સુરભિની લહરી ઉરે શી! આ માંડમાંડ ખૂલતી દ્ગથી મને તું કેવી કરે નજરકેદ–સ્વયમ્ ન જાણું! આ મુઠ્ઠી જે હજી ય પૂરી ખૂલી શકે ના તે માંહ્ય મારું ઉર શી રીત ગોપવી દે? એ કૂમળા કર કંઈ પકડી શકે ના, તેનોય પાશ અણદીઠ મને વીંટી લે. ને આ ગુલાલ સમ પાની અડી ન ભોમે તેને પદેપદ ઘૂમે ગતિ સર્વ મારી. તેં તો હજી જરીક રશ્મિ નિહાળ્યું આભે ત્યાં તું અહો કઈ રીતે બહલાવી દે મારા નભે ઊમટતો નવ રશ્મિપુંજ? (ક્ષેપક) કે'ને ભલા મુજ સજીવસાકાર ઉર્મિકુંજ? -ગીતા પરીખ
|