[પાછળ]

એવું તો ભઈ બન્યા કરે

એવું તો ભઈ, બન્યા કરે કે સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય. ફૂલ અકારણ કાંટો થાય ભઈ, તેથી કંઈ હતું ફૂલ, ન્હોતું કહેવાય? મળિયો મારગ તજી જવાય? એવુંયે અહીં બન્યા કરે પહાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો ભલે ન પળ એ રહ્યા કરાય! ભલે વિરલ એ; વિતથ કેમ એને કહેવાય? એવું તો અહીં બન્યા કરે. કે – એવુંયે ભઈ, બન્યા કરે. કે – -હસિત બૂચ
[પાછળ]     [ટોચ]