[પાછળ] 
ગતિ સ્થાવરને કહે

(શિખરિણી)
ગતિ સ્થાવરને કહે નહીં સ્થિર કંઈ આ જગતમાં
કહો જેને  ભાવિ  પળ મહીં  થતો સાંપ્રત જ્યહાં

અને  એ યે  કેવો  ગત  સમય   થાતો  તુરતમાં
નહીં  સ્થાવર  સાચો  જડ  અજડ  સર્વે પલટતાં

ખરે છે  ના તારું  સકલ જગમાં સ્થાન ક્યહીં યે
વદે સ્થાવર તારું કથન પણ  સ્થાયી જ નહીં કે!
-ગીતા પરીખ

સાપેક્ષતાવાદનો સાર
આ બ્રહ્માંડ કે બ્રહ્માંડની પેલે પાર કશું ન સ્થિર છે સર્વે ભૌતિક પદાર્થ ગતિશીલ ને પરિવર્તનશીલ છે સમગ્ર બ્રહ્માંડમાં એક એક તારા નક્ષત્ર કે નભગંગામાં સ્થગિતતા નથી કશે કોઈ એક વિરાટકાય પદાર્થમાં જૂઓ સુક્ષ્મમાં તો ત્યાં પણ ગતિ ને પરિવર્તન સર્વમાં અણુયે અણુમાં ફરતાં પરમાણુ કેન્દ્નની પ્રદક્ષિણા જડ ભલે હોય સજ્જડ જડ તોયે તે ગતિશીલ છે જેનું છે અસ્તિત્વ તે સઘળું પરિવર્તનશીલ છે ન સુક્ષ્મમાં ન વિરાટમાં ન આજમાં ન કાલમાં સ્થૈર્ય સંભવે ન કો દૂર કે નજીકના ભૌતિક પદાર્થમાં સ્થિરતાનો ભ્રમ માત્ર સમગતિશીલ વચ્ચે સર્જાઈ શકે અન્યથા સર્વ પદાર્થ અન્યોન્યને દૂર નિકટ જતાં દિસે પદાર્થ અસ્થિર ને વળી પલટાતા રહેતા ઊર્જામાં ને ઊર્જા તો ચંચળ બંધાઈ રહે ન કદી નિજ રૂપમાં પદાર્થ ને ઊર્જાનો સરવાળો રહેતો એકસરખો સર્વદા વધઘટ એકમેકનીને બન્ને સરભર કરતા રહેતા સદા સમયની તો વાત જ શી કરવી એ સરતો રહે સર્વદા ન સમજાય કોઈને કે સમય ભૌતિક કે માત્ર કલ્પના ગતિની અભિવ્યક્તિ સમય સમય મપાતો ગતિ વડે સ્થળને કે સમયને જાણી શકાતાં માત્ર અન્યોન્ય વડે ગતિની સીમા છે પ્રકાશ ન કોઈ પ્રકાશને વટાવી શકે વટાવે તો કદાચ વર્તમાનને ભાવિમાં પલટાવી શકે સાપેક્ષતાવાદનો આ સાર જે સરળતાથી સમજી શકે તેની જ્ઞાન પિપાસાને લગામ ન કોઈ બાંધી શકે -માવજીભાઈ
 [પાછળ]     [ટોચ]