[પાછળ]
સૈયર તારા કિયા છૂંદણે

સૈયર  તારા  કિયા  છૂંદણે  મોહ્યો  તારો  છેલ  કહેને
સૈયર  તારા  કિયા  ફૂલની  લૂમી  ઝૂમી  વેલ   કહેને

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર
મંન ભરીને  મોહે  એવો   કિયો  ટૂચકો  સૂઝ્યો સૈયર

સૈયર  તારા  કિયા  છૂંદણે  મોહ્યો  તારો  છેલ  કહેને
સૈયર  તારા  કિયા  ફૂલની  લૂમી  ઝૂમી  વેલ   કહેને

કૂવાને  કાંઠે   કઈ  ઘડીએ   રહી  ગઈ  વાત  અધૂરી
સૈયર  તારા  ઉજાગરાની  કિયા  તારલે  સાખ્યું  પૂરી

સૈયર  તારા  કિયા  છૂંદણે  મોહ્યો  તારો  છેલ  કહેને
સૈયર  તારા  કિયા  ફૂલની  લૂમી  ઝૂમી  વેલ   કહેને

સૈયર  તારા  કિયા  છૂંદણે  મોહ્યો  તારો  છેલ  કહેને
સૈયર  તારા  કિયા  ફૂલની  લૂમી  ઝૂમી  વેલ   કહેને
-માધવ રામાનુજ

ક્લીક કરો અને સાંભળો શ્યામલ-સૌમિલ મુનશીના સંગીત દિગ્દર્શનમાં દિપાલી સોમૈયા અને સાધના સરગમનો સ્વરઃ

[પાછળ]     [ટોચ]