[પાછળ]

માનવીના રે જીવન!

માનવીના રે જીવન! ઘડી અષાઢ ને ઘડીક ફાગણ, ……….એક સનાતન શ્રાવણ. એક આંખે આંસુની ધારા, બીજીએ સ્મિતના ઊડે ફુવારા, તેજ-છાયાને તાણેવાણે ………..ચીતરાયું ચિતરામણ. એક અંધારાથી આવવું; બીજા અંધારામાં જઈ સમાવું; બિચમાં બાંધી આંખે પાટા ………ઓશિયાળી અથડામણ. આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં જાય કરેથી મર્મ સરી ત્યાં; ભલભલા માંહી ભૂલા પડે ત્યાં; …………કારમાં કેવાં કામણ? ઘડી અષાઢ ને ઘડીક ફાગણ, ……….એક સનાતન શ્રાવણ. માનવીના રે જીવન!

-મનસુખલાલ ઝવેરી
[પાછળ]     [ટોચ]