એક ધાગો આપો
એક ધાગો આપો કબીરજી
એને ઓઢી કંચન થાશે મન આ મારું કથીરજી
મલમલ મખમલ રેશમ રેશમ નરમ મુલાયમ વસ્તર નીચે
બદબૂના કંઈ ચરુ છુપાવ્યા નહીં દેખાતા અસ્તર નીચે
એક સુગંધ આપો કબીરજી
એને શ્વસતાં ફૂલો થશે થાક્યાં પાક્યાં શરીરજી
ગુણ્યા ભાગ્યા સ્મિત ડૂસકાં ભણ્યા પલાખાં ઊંઠા વચ્ચે
જનમ્યા જીવ્યા પેટે સરક્યા કિતાબના બે પૂઠાં વચ્ચે
એક અક્ષર આપો કબીરજી
ફાટેલા કાગળ પર તાણી આડી અવળી લકીરજી
-સંદીપ ભાટિયા |