[પાછળ]

મહોબતને માંડવે

પ્રથમ પ્રેમ ઊગ્યો ક્યાં ઉરમાં કે આંખમાં પોપટ પંડિતે પૂછ્યો પુરાણો સવાલ ઉરમાં ઉગેલો તે આંખમાંહી વાંચ્યો કે આંખમાં ઉગાડી રોપ્યો ઉરને પાતાળ આંખ અને ઉરનો અભેદભાવ લહે નહિ અવળમતિ એકને બીજાનું ગણે સાલ આંખ વિના ઉર શું ઉર વિના આંખ શી ઉર અને આંખ વિના માનવી કંગાલ આંખ પ્રથમ ઉર કેરી ઓથ માંહી ઊભીને ઉર ઉરના સાંધે સંદેશવાહી તાર આંખની અટારીએ ઉર આવી બેસે પછી આંખ જઈ ઉરમાં લે આરામ લગાર એક વાર ઉર ઉરની ગોઠડી ગૂંથાય પછી સફલ અને ધન્ય બને આંખનો અવતાર ઉર ત્યાં આંખ નહિ આંખ ત્યાં ઉર નહિ ઉર-આંખ કેરા એવા ગેબી છે પ્રકાર -કરસનદાસ માણેક
[પાછળ]     [ટોચ]