નથી મેળવાતી ખુશી સંપત્તિથી નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજા રડીને કહે છે જગતને ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાં યે સમુદ્રોના ખારાં જીવન થઈ ગયાં છે ઘણાં યે દુઃખો એ રીતે પણ મળ્યા છે કે જેને કદી જોઈ પણ ના શક્યો હું ઘણી ય વખત નીંદરમાં સૂઈ રહ્યો છું અને બંધ આંખે રુદન થઈ ગયાં છે અમારાં સ્વપનનું એ સદ્ભાગ્ય એ ક્યાંથી સ્વપનમાં રહેલા સુખો થાય સાચાં કે વાસ્તવિક જગનાં સાચાં સુખો પણ અમારે નસીબે સ્વપન થઈ ગયાં છે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે મળ્યાં દર્દ અમને જે એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયાં છે -બરકત વિરાણી ‘બેફામ’ (નોંધઃ આ લોકપ્રિય ગઝલ વધુ કડીઓ સાથે ગીત-ગુંજન વિભાગમાં ક્રમાંક ૧૩૩ પર મહમદ રફી તથા મનહર ઉધાસના સ્વરમાં ‘મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે’ શિર્ષક હેઠળ રજૂ કરાઈ છે.)
|