[પાછળ] |
સ્વર્ગને (વસંતતિલકા - સૉનેટ) તારી પાસે જ સુખ રાખ સમસ્ત તારાં તારાં જ કલ્પતરુ તારી જ કામધેનુ તારાં જ નંદન નિરંતર નિત્ય ન્યારાં તારી જ ઉર્વશી અહીં નહિ કામ એનું હે સ્વર્ગ! સપ્ત સુખપાશ વિષે પડેલા મારે વિલાસતણું વર્તુળ જોઈએ ના! જ્યાં રૂઢ રૂપ અનુસાર જ સૌ ઘડેલા ત્યાં ઉન્નતિક્રમ અખંડિત હોય શેના? હું પૃથ્વીપુત્ર પદ-હેઠ રસાતલોને ચાંપી ચહું ચરમચુંબિત સત્યસીડી વાટે વટાવી જઉં વ્યાપક વિસ્મયોને પ્હોંચી જઈ પરમને લઉં ગાઢ ભીડી સ્વર્ગો પવિત્ર પદની રજમાત્ર જેની ચાહું ચિરંતન સુખાવહ સેવ તેની -પૂજાલાલ |
[પાછળ] [ટોચ] |