[પાછળ]

નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો, ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો હંસલા! નવાં કલેવર ધરો. મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો, કણ સાટે છો ચુગો કાંકરી, કૂડના બી નવ ચરો હંસલા ! નવાં કલેવર ધરો. ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો; ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો હંસલા! નવાં કલેવર ધરો. અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો? આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો! હંસલા! નવાં કલેવર ધરો. રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બા'ર નીસર્યો હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો હંસલા! નવાં કલેવર ધરો. -ઝવેરચંદ મેઘાણી

[પાછળ]     [ટોચ]