જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે પંચ મહાભૂત પરબ્રહ્મથી ઉપન્યાં અણુ અણુમાં રહ્યાં તેને વળગી ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે કનકકુંડળ વિશે ભેદ ન્હોયે ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે જીવ ને શિવ તો આપ-ઈચ્છાએ થયા રચી પરપંચ ચૌદ લોક કીધા ભણે નરસૈંયો એ ‘તે જ તું તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા -નરસિંહ મહેતા ક્લીક કરો અને સાંભળોઃ
|