ગિરિ તળેટી ને કુંડ દામોદર ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાહવા જાય લોક વરણમાં દ્રઢ હરિભક્તિ તે પ્રેમ ધરીને લાગ્યા પાય કર જોડીને પ્રાર્થના કીધી વિનતિતણાં બહુ વદ્યા રે વચન સંતપુરુષ અમ અરજ એટલી અમારે આંગણે કરો કીર્તન પ્રેમપદારથ અમો પામીએ વામીએ જન્મમરણ જંજાળ કર જોડતામાં કરુણા ઊપજી મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન ગૌમૂત્ર તુલસી વૃક્ષ લીંપજો એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ ભોર થયાં લગી ભજન કીધું સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ ઘેર પધાર્યા હરિજશ ગાતા વા'તા તાળ ને શંખ-મૃદંગ હસી હસી નાગર તાળીઓ લે છે આ શા રે બ્રાહ્મણના ઢંગ? મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા અધવધરાને શો ઉત્તર દઉં? જાગ્યા લોક નરનારી પૂછે મહેતાજી તમે એવા શું? નાત ન જાણો જાત ન જાણો ન જાણો કાંઈ વિવેક વિચાર કર જોડીને કહે નરસૈંયો વૈષ્ણવતણો મુજને આધાર -નરસિંહ મહેતા ક્લીક કરો અને સાંભળોઃ
|