[પાછળ]
વા વા વંટોળિયા!
વાયરા વન વગડામાં વાતાં'તાં વા વા વંટોળિયા! હાં રે અમે વગડા વીંધવા જાતાં'તાં વા વા વંટોળિયા! ગાડાં દોડે ઘૂઘરા બોલે બળદ કેરા શિંગડાં ડોલે હાં રે અમે એક સાથ સાથ મળી ગાતાં'તાં વા વા વંટોળિયા! પથ ડોલંતી ધૂળ ઊડંતી ઝાડવાઓની ઝૂલ ઝુલંતી હાં રે અમે ઝીણી ઝીણી આંખ કરી જોતાં'તાં વા વા વંટોળિયા! ધોમ ધખેલો આભ તપેલો ગરમી તણી ગાર લીપેલો હાં રે અમે ઊની ઊની લૂ મહીં ના'તાં'તાં વા વા વંટોળિયા! હાં રે અમે ગાડામાં બેસીને જાતાં'તાં વા વા વંટોળિયા! વાયરા વન વગડામાં વાતાં'તાં વા વા વંટોળિયા!
-જગદીપ વિરાણી ક્લીક કરો અને સાંભળોઃ
ગાયક કલાકારો
જન્મેજય વૈદ્ય, સુપર્ણા બેનરજી, કલા જોષી,
રન્ના વોરા,ધારીણી શાહ, અરવિંદ પરમાર
અને નીતા પટ્ટણી.
મેન્ડોલીન
કમલભાઈ વિરાણી, ભાર્ગવભાઈ.
તબલા
રિશીન સરૈયા.

આ કવિતાના સાચા પાઠ માટે અને
ઓડિયો ક્લીપ ઉપલબ્ધ બનાવવા માટે
શ્રી ભાવેશ પટ્ટણીનો ઘણો જ આભાર


[પાછળ]     [ટોચ]