[પાછળ]
મુંબઈની લોકલમાં
કેવી ભીડ! ને છતાંય કોઈને ન એની પીડ! એક ધ્યેય: વ્હેલું પ્હોંચી જાવું ઘેર. શિકારમાં સવારથી જ નીકળેલ (વિશાળ આ અરણ્ય જેવું શ્હેર) નાનું મોટું મ્હેનતે મળેલ તે લઈ ગુફા મહીં ગરી જવું જીવતા પુગ્યા: ખુદાની મ્હેર! ખભેખભા ટિચાય સુવાળું અંગ અંગથી દબાય! કોઈનો ય સ્પર્શ રે જગાડતો ન રોમહર્ષ! કોઈ મૂક, કોઈ ગાય, અચૂક તે છતાં બધાનું ધ્યાન કે મુકામ ના પસાર થઈ જાય! રોજની જ દોડધામ દોડતા જવું શિકાર શોધવા દોડવું ગુફા મહીં ગરી જવા (સંસ્કૃતિ? વિકાસ......... !) એના એ જ રામ! (સંસ્કૃતિ ૧૯૫૯)
-જયંત પાઠક
[પાછળ]     [ટોચ]