ફોટો ફિનિશ હાર-જીત [સોનેટ] ચુનંદા અશ્વો, આ દડમજલ, ઘોડા શરતના, ઊડે પાણીપંથા પવનગતિએ ફાળ ભરતા, છૂટેલાં તીરો શાં, પણછ પરથી લક્ષ ઉપરે, ચગાવે હોંશીલાં જન, શરત મેદાન ઉપરે. હજારો ખેલાડી શરત અધીરાં થૈ નિરખતાં- લગાડ્યાં છે લાખો નગદ રૂપિયા એક ઉપરે- અહા શો એ ઊડે વીજળી ઝડપે, બંકિમ છટા! રચી શી એ ભંગી સકળ બળથી, ધીર ધસતો, પ્રસંશા પોકારો લખ જન તણાં ઝીલી હસતો, પહોંચ્યો જ્યાં લક્ષ્યે અતિવ બળથી હાંફ ચડિયો ઢળ્યો રે પંખાળો મરણ શયને લોથ થઈને. ગુમાવ્યું એણે તો વિજયપદ; ફોટો ફિનિશમાં મર્યો છો એ વ્હેલો અરધપળ અલ્પાંશ ઈંચમાં, ગયો જીવી તો યે પલકભર લાખો નજરમાં! -ચુનિલાલ મડિયા
|