[પાછળ]
દીવાન-એ-મરીઝ એ શ્રેષ્ઠ ઉપકાર છે ઉપકારોમાં ઉપકૃતનો કોઈ જેમાં પરિચય પણ ન હો -મરીઝ કિસ્મતને હથેલીમાં રાખો ચહેરા ઉપર એની ન રેખા રાખો દેવાને દિલાસો કોઈ હિમ્મત ન કરે દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો -મરીઝ અનોખી આરઝૂ આપે છે એને જીવન પણ એક જુદું આપે છે એને સમજશક્તિ નથી જેનામાં હોતી સહનશક્તિ પ્રભુ આપે છે એને -મરીઝ સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ સ્વભાવના બંધનનો નથી કોઈ ઈલાજ સમજી લે કે મોઘમ છે ઈશારા એના ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ -મરીઝ હાંસલ ન થશે કાંઈ વિવેચનથી રહેવા દે કલાને બની જેવી બની તસ્વીર જો દરિયાની નિચોવી તો મરીઝ બે ચાર બુંદ રંગની એમાંથી મળી -મરીઝ આ સદીઓ પુરાણી કબ્રોને જોતાં એ વિચાર આવે છે માનવથી વધારે જીવે છે માનવના મઝારો શા માટે? -મરીઝ સમજાતું નથી તારી આ કુદરત શું છે કોની તને પરવા અને દહેશત શું છે પાપી છીએ સંતાડીએ મોઢું તો અમે અલ્લાહ તને પરદાની જરૂરત શું છે? -મરીઝ જીવન હો નિરંકુશ તો રાહત માને મતલબ ન સધાય એને મુસીબત માને માનવમાં હશે કેટલી બેઈન્સાફી એ ન્યાયના દિવસને કયામત માને -મરીઝ વર્ષો સુધી સંગત ભલે સારી કરશે પણ જન્મના સંસ્કાર ન હરગિઝ ફરશે એ પૂજ્ય અને શાંત છે પણ ટકરાતાં કાબાના યે પથ્થરમાંથી તણખા ઝરશે -મરીઝ જન્નતના ખયાલોની ખરાબી લઈને હુરોના વિચારોમાં ગુલાબી થઈને ઝાહિદની ઈબાદતની ખુમારી તો જુઓ મસ્જિદમાંથી નીકળ્યો છે શરાબી થઈને -મરીઝ માગો સમજણ સહિત કે ત્યાંથી કશું માગ્યા વગર નથી મળતું જ્યારે કંઈ પણ ભીતર નથી મળતું કશું ઉપર ઉપરથી નથી મળતું -મરીઝ બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે લાગે મને કે જગમાં બધા કામિયાબ છે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી તેથી બધા કહે છે જમાનો ખરાબ છે કંઈ પણ લખ્યું નથી છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે શું મસ્ત થઈને સૂએ છે બધા વાહ રે મરીઝ માટી અને કફનમાં ગજબની શરાબ છે! -મરીઝ શું પ્રેમ છે એક પંક્તિમાં વ્યાખ્યા કરું સોંપો બીજાને ખુદના બધા ઈખ્તિયારને એક ઊઘડેલા ઘરને ન જોયું મેં એટલે દીધાં છે મેં ટકોરા ઘણા બંધ દ્વારને શું એની વેદના અને અવહેલના હશે માણસ જે આવકારે બધા આવકારને એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ આનંદથી નિભાવો બધી સારવારને સંપૂર્ણતમ નિરાશા જનેતા છે આશની કે રાતનો જ ખોળો મળે છે સવારને તો એક વિચાર વ્યક્ત કીધો છે સરસ મરીઝ જ્યારે જવા દીધા છે હજારો વિચારને -મરીઝ એક સમય એવો પણ આવે છે બધું આવે નજર એક વખત એવો ય આવે છે કે કશું દેખાય ના મૃત્યુ આવી જ્યાં કહે ચુપચાપ મારી સાથે ચાલ આપણાથી તે પછી એક અક્ષર બોલાય ના સારા કે નરસા કોઈને દેજે ન ઓ ખુદા એવા અનુભવો કે જે ભૂલી શકાય ના ઓ ઉર્મિઓ તમે બધી આવો ન સામટી આ છે ગઝલ કંઈ એમાં ઝડપથી લખાય ના કેટલી સંકડામણોમાં સ્થિર થઈને રહી ગયો છે મરીઝ એ શખ્શ પોતાનામાં જે બંધાય ના -મરીઝ થયું મોડું છતાં ય કામ થયું સૌના મોઢામાં રામ રામ થયું સઘળા સદગત મને કહે છે મરીઝ ચાલો મૃત્યુ પછી તો નામ થયું -મરીઝ
[પાછળ]     [ટોચ]