[પાછળ] |
પૂછું તને? એકાન્તમાં એકલવાયું લાગતાં ભલે થયો તું બહુમાં વિભક્ત; સર્જી ભલે તેં રસરૂપરંગે ભરી ભરી, ચિત્રવિચિત્ર સૃષ્ટિ. સર્જી ભલે તેં જડ ને સજીવની અનન્ત લીલા તવ ખેલ કાજે; અને હજી યે તવ એ કલાને ભલે બહાવી જ રહી તું રાચે. પરંતુ પૂછું હું તને? બધાં આ ઓછાં પડ્યાં ક્રીડનકો રસેભર્યાં કે તેં કર્યું સર્જન માનવીનું? ને માનવીને ઘડિયો; પછી યે અધૂરું શું યે રહ્યું તને કે તેં મૂક્યું તેમાં વળી હૈયું મીણનું? (૨૪-૦૭-૧૯૩૮) -મનસુખલાલ ઝવેરી |
[પાછળ] [ટોચ] |