[પાછળ]

ફટ રે ભૂંડા!

ફટ રે ભૂંડા! સહજ સાથે તરવા આવી, ત્યાં તો ખેંચી જળમાં ઊંડા જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક, પૂર હિંડોળે હીંચકા લેતાં હૈયે આવે હીક, તો યે તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક. કીધાં કેવા કામણ કૂડાં? ફટ રે ભૂંડા! વાહ ગોરાં દે! સાત જનમનો સહરા હું તો, શેનાં જળની વાતો, નેહના સાગર નેણમાં નીરખ્યાં એની ભરતી આ તો! પરવશ અંગે અંગ કરીને કીધ મને તણાતો, નીકળશો શું સાવ કોરાં દે? વાહ ગોરાં દે! -જતીન્દ્ર આચાર્ય

[પાછળ]     [ટોચ]