[પાછળ]
ડંકો વાગ્યો

ડંકો  વાગ્યો  લડવૈયા  શૂરા  જાગજો રે
શૂરા  જાગજો   રે  કાયર   ભાગજો રે

ડંકો વાગ્યો  ભારતની બ્હેનો જાગજો રે
બ્હેનો જાગજો  રે  વિદેશી  ત્યાગજો રે

કાઢી  નાખો વિદેશી વસ્ત્રો  આજથી રે
આજથી    રે    ખરા   ત્યાગથી    રે

માથું  મેલો  સાચવવા  સાચી ટેકને રે
સાચી   ટેકને   રે   સાચી   ટેકને  રે

તોડી પાડો સરકારી જુલમી કાયદા રે
જુલમી  કાયદા રે   જુલમી કાયદા રે

ભારતમુક્તિને કાજે  કાયા હોમજો  રે
કાયા  હોમજો  રે   કાયા  હોમજો  રે

-ફૂલચંદભાઈ શાહ
[પાછળ]     [ટોચ]