[પાછળ]

લોર્ડ ટેનિસનની વિખ્યાત કવિતાનો સુંદર અનુવાદ

The Beggar Maid
Her arms across her breast she laid; She was more fair than words can say; Barefooted came the beggar maid Before the king Cophetua. In robe and crown the king stept down, To meet and greet her on her way; ‘It is no wonder,’ said the lords, ‘She is more beautiful than day.’ As shines the moon in clouded skies, She in her poor attire was seen; One praised her ankles, one her eyes, One her dark hair and lovesome mien. So sweet a face, such angel grace, In all that land had never been. Cophetua sware a royal oath: ‘This beggar maid shall be my queen!’
by Lord Alfred Tennyson (1809 – 1892)
યાચક કન્યા
હરિણી
હૃદય  ઉપરે  તે  કન્યાએ  સુબાહુ  મૂક્યા હતા,
દીસતી જ હતી બાળા એ તો અવર્ણ્ય મનોહરા;
લલિત ચરણે  ધાર્યાં નહોતાં વિભૂષણ શોભિતાં,
નૃપ  સમીપ  તે આવી  ઊભી  દરિદ્રની કન્યકા.
મંદાક્રાંતા
ધીમી ચાલે, મુકુટ ધરીને, રાજ્ય  સિંહાસનેથી,
આવ્યો લેવા નૃપ ઉતરીને  માનથી  સુન્દરીને;
જોતાં સર્વે અમીર વદિયા આ ન આશ્ચર્યકારી,
બાળા ચારુ કુસુમ  સરખી તે થકી માન પામે.
હરિગીત
શ્યામ વાદળીઓની વચ્ચે  ચન્દ્ર જેમ દીપી રહે,
શોભંતિ તેવી બાલિકા  યાચક તણાં વસ્ત્રો વિષે;
એકે  વખાણ્યાં  ચક્ષુ તેનાં, કોઈકે  ઘૂંટિકા વળી,
ને શ્યામ કેશ વખાણિયા તો કોઈએ વદનાકૃતિ.
શિખરીણી
કંઈ  એવું  નહોતું  મધુર  મુખડું  દીઠું  કદીએ,
બધી  તે ભૂમિમાં નહિ  સ્વરુપમાં દિવ્ય સમ તે;
વદ્યો  રાજા  તેથી  શપથ  દૃઢ  નિશ્ચિત  લઈને,
થશે રાજ્ઞી મારી નકી જ પ્રિય બાળા ગરીબ તે.
(ડિસેમ્બર ૫, ૧૯૦૭) 
-સુમતિ લલ્લુભાઈ શામળદાસ
(૧૮૯૦-૧૯૧૧)
[પાછળ]     [ટોચ]