[પાછળ]

કોઈને પોતાના જીન્સ ઑલ્ટર કરાવવા છે?

ખૂલી છે દુકાનો, ખૂલ્યાં છે બજારો કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો લાવો તમારાં જે લાંબાં છે, ટૂંકાં છે, પહોળાં છે જીન બ્લૂ છતાં લાગે છે બ્રાઉન, કોઈક વ્હાઈટ, કોઈક બ્લેક સ્કિન આવો ગરીબો, ઓ ભૂખ્યા બેકારો તવંગર ને સાહેબો, ઓ શાહુકારો કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો દરજીઓ દેખાવે કાકા છે, મામા છે, આડોશી પાડોશી જન્મ્યાંથી ઑલ્ટર કરે જીવને, બની જાએ જ્યાં સુધી ડોસા કે ડોસી ભારતમાં ગાંધી, તો પરદેશે ઈસુ કરી દેતા ઑલ્ટર લંબાઈ કે ઝિપ્પર કે ઈનસીમ કે ખીસું નાત જાત ભાષાને કરી આપે ધર્મો ને ધંધા, કરો જો ઈશારો કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો છે માસ્તર પણ દરજી ને દરજી છે દેવો ઑલ્ટર કર્યા વિના છોડે ના કોઈને, દુનિયામાં નથી કોઈ ઈશ્વર પણ એવો બજારોમાં ચારે કોર આવો, આવોનો દેકારો કરી દેવા ઑલ્ટર બધું, બધે બેઠાં છે દરજી હજારો ફિઝીક્સ,પોલિટિક્સ, એસ્થેટિક્સ, મેડિસીન, મુંબઈ ઑલિમ્પિક્સ, ઈન્ટરનેટ, એનવાય ટાઈમ્સ, આઈબીએમ, ઈ-કોમ ઓડિયોમેટ્રિશ્યન, બ્યુટિશ્યન, લિન્ગ્વિસ્ટીશ્યન નેશનહૂડ, પેરન્ટહૂડ, સેઈન્ટહૂડ, સેલ્ફહૂડ ટેકનોક્રસી, પોર્નોક્રસી, સ્નોબોક્રસી ડાન્સડમ, ફિલ્મડમ, ફેનડમ, ડોલડ્રમ એક્રોબેટિક્સ, બાયોમેથેમેટિક્સ, એટમોસ્ફેરિક્સ, એવિયોનિક્સ ઝિલિયન્સ, ગેઝિલિયન્સના હિસાબે બેઠાં છે ઑલ્ટરના એક્સપર્ટ યારો -ચંદ્રકાન્ત શાહ

[પાછળ]     [ટોચ]