નહિ રાત વીતી!
રખે પ્રવેશે મુજ ઓરડામાં કોઈ - વિચારી
મેં બંધ કીધાં અતિ કાળજીથી સૌ દ્વાર બારી.
ને કાળ વીત્યો બહુ, પામી હું તો સલામતિ પૂર્ણ. - ન જાણ્યું માત્ર
કે વિશ્વ આખું ત્યજી અંધકાર સહસ્ત્ર તેજે ઝળકંત દિવ્ય!
અંધારમાં કેવળ હું જ અંધ? .... મુજ દ્વાર બંધ!
(કુમાર ૧૯૫૫) -ગીતા પરીખ
|