[પાછળ]
મારી બાને વિશ્વાસ ના બેઠો

મારી બાને વિશ્વાસ ના બેઠો જ્યારે ૧૯૪૫માં હું એના સ્વપ્નમાં દેખાયો અને કહ્યું આવતા વર્ષે હું તારી કૂખે અવતરીશ. બાપુ ઓળખી ગયા મને જોતાં જ ડાબા અંગૂઠા નીચે તલ. પણ બા છેક સુધી માનતી હતી કે કોઈ બીજું અવતર્યું હતું મારો ચહેરો ધારી. બાપુ અને મેં દલીલો કરી પણ સ્વપ્ન વિશ્વાસપાત્ર સાક્ષી નથી. એ મૃત્યુ પામી ત્યાં સુધી પ્રતીક્ષા કરી સંભવિત દીકરાર્થે. કેવળ જ્યારે એ મારી દીકરી તરીકે ફરી જન્મી એણે સ્વીકાર્યું એ ખરેખર હું હતો. ત્યાં સુધીમાં હું શંકાશીલ થયો’તોઃ બીજા કોઈનું હૃદય મારા શરીરમાં ધબકતું'તું. એક દિવસ હું પાછું મેળવીશ મારું હૃદય; મારી બાને પણ...

મલયાલમ કવિ કે. સચ્ચિદાનંદનની કવિતાનો હિમાંશુ પટેલ દ્વારા અનુવાદ (તા. ૦૬-૦૪-૨૦૧૨)

[પાછળ]     [ટોચ]