બે હાર, એક રાહ
કટાર શી બંકિમ ભમ્મરો ને ઓષ્ઠાધરે રક્તિમ લોહી શી છટા
ખુલ્લો મૂકીને ઉદરપ્રદેશ બનાવીને ઉન્નત વક્ષદેશ
જોઉં જતી સુન્દરીઓની હાર–
શું અપ્સરાઓ કરતી વિહાર!
ઘેંટા અને બકરાંની હાર અંગે લગાડી બહુ રંગ છાપ
જાણ્યા વિના કે શણગાર શાને ચાલી જતી જોઉં હું કત્લખાને
આ સુન્દરી ને પશુઓની હાર
બન્ને જતી જોઉં હું એક રાહ!
-સુરેશ જોશી
|