[પાછળ] |
તમે જ તમારા ખુદા બનો! કોઈ કલા સ્વરૂપે જગતથી જુદા બનો નકશો બનો, કવિતા બનો, વાર્તા બનો ઋષિ, મુનિ, નબીની બીજી ફિલસૂફી છે શું? જે કંઈ બનો તે આશા તથા ભય વિના બનો પગભર તો છો તમે, હવે આગળ તમારું કામ રસ્તો બનો તમારો, તમારી દિશા બનો દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરીઝ બસ આજથી તમે જ તમારા ખુદા બનો! -મરીઝ |
[પાછળ] [ટોચ] |