[પાછળ] 
           રે મન ચાલ મહોબ્બત કરીએ
રે મન ચાલ મહોબ્બત કરીએ નદી નાળામાં કોણ મરે ચલ ડૂબ ઘૂઘવતે દરિયે રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઈએ કોઈની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ પળભરનો આનંદ ધરાના કણ કણમાં પાથરીએ રે મન ચાલ મહોબ્બત કરીએ દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે પી લે જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ રે મન ચાલ મહોબ્બત કરીએ -હરીન્દ્ર દવે
 [પાછળ]     [ટોચ]