[પાછળ] 
એક તમારા મતને કારણ

એક તમારા મતને કારણ  ખોટો ના ચૂંટાય એ જો જો
એક તમારા મતને કારણ સાચો ના રહી જાય એ જો જો

એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો?
એક ટીપાંથી આખે આખું દૂધ ન ફાટી જાય એ જો જો

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે  છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો
-કૃષ્ણ દવે
ક્લીક કરો અને સાંભળોઃ

(Red FM Ahmedabad. Singers: Saumil Munshi, Darshana Thakker & Chorus Music Composed & Arranged: Shyamal - Saumil Munshi Music Programming: Rahul Munjaaria Chorus : Amip Prajapati, Mihir Jani, Savani Shah, Kosha Pandya, Aashita Prajapati, Hetal Rawal. Recording, Mixing and Mastering : Rakesh Munjaaria, Jigar Modi, Jay Mulerkar Recorded at: M3 Digital.)
 [પાછળ]     [ટોચ]