[પાછળ]
હવામાં આજ વહે છે

હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી
મોડી રાતે  મેઘ વિખાયો  ભાર હૈયાનો કીધો ખાલી
હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી

તૃણે  તૃણે   પાને  પાને  ઝાકળ  બિંદુ  ઝબકે જાણે
રાતે  રંગીન નિહારીકા  ધરતી  ખોળે વરસી ચાલી
હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી

રમતાં વાદળ  ગિરીશિખરે મધુર નાની સરિતા સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી
હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી

રવિ   તો   રેલે  ન્યારા   સોનેરી    સૂરની   ધારા 
વિશાળ ગગનગોખે એના જાય ગૂંથાતી કિરણજાળી
હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી

મન તો  જાણે જૂઈની લતા ડોલે બોલે સુખની કથા
આજ  ઉમંગે  નવ સુગંધે  ઝૂલે  એ  તો ફૂલીફાલી
હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી

-નાથાલાલ દવે

ક્લીક કરો અને સાંભળોઃ
Hava_Man_Aaj_Vahe_Chhe
-Sejal_Mankad_Vaidya-Nathalal_Dave-
Bhailalbhai_Shah.mp3

(Source of text and audio : 
https://prarthnamandir.wordpress.com)
[પાછળ]     [ટોચ]