[પાછળ]
મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું  વિશ્વ રૂપાળું  સુંદર સર્જનહારા રે
પલપલ  તારા દર્શન થાયે  દેખે દેખણહારા રે

નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો  શોધે બાળ અધીરાં રે
 -જયંતીલાલ આચાર્ય
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]