[પાછળ]

સપનાં લો કોઈ સપનાં

[વૉલ્તર દ લા મેરની સ્મૃતિમાં] સપનાં લો કોઈ સપનાં અવાવરું કો હૈયા ખૂણે નાખી રાખો, નહિ કંઈ પૂણે નીવડશે કદી ખપનાં ઉઘાડી આંખે દેખાતી આ ક્યારે પૂરી મબલક દુનિયા? છતી કરે એ નાખી હૈયે ભૂરકી છાનાંછપનાં સપનાં લો કોઈ સપનાં કરતાં જીવતરને શું અડપલાં ચમકે તે જ હસંતાં પગલાં માનવતા-મ્હોરી વાડીમાં કોઈક કવિના તપનાં સપનાં લો કોઈ સપનાં (ઓક્સફર્ડ, જૂન ૧૯૫૬)

-ઉમાશંકર જોશી ક્લીક કરો અને સાંભળો દિલીપ ધોળકીયાના સ્વરાંકન અને ફાલ્ગુની શેઠના સ્વરમાં આ રચનાઃ

[પાછળ]     [ટોચ]