[પાછળ]
કોણ આજે રહે બંધ બારણે? કોણ આજે રહે બંધ બારણે? આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ સાગર હિલ્લોલે વનવન ડોલે, વીજ ચડી છે વિરાટ ઝૂલે; દુરે, સીમે, નવ નવ મોલે ધરતીનું દિલ ખોલે. વાદળ નાદે ઝરણાં જાગે, મત્ત બની ઘર સરિતા ત્યાગે; જલધારાના સહુ ઝંકારે સંજીવન સૂર વાગે. આભ ખુશી જો વિધ વિધ રંગે, ધરા ખુશી નવ-ધાન-સુગંધે; ધરતી-નભના આ ઉત્સવમાં આવ, આવ, સહુ સંગે. -પ્રહ્લાદ પારેખ ક્લીક કરો અને સાંભળો ભાઈલાલભાઈ શાહનું સુંદર સ્વરાંકન અને ઉત્તમ રજૂઆતઃ (Source : http://prarthnamandir.wordpress.com)
[પાછળ]     [ટોચ]