[પાછળ]
વસ્તુને શું જાણે વ્યાકરણી?

શું જાણે વ્યાકરણી?  વસ્તુને શું જાણે વ્યાકરણી?
મુખ પર્યંત ભર્યું ધૃત તદપિ સ્વાદ ન જાણે બરણી

સુંદર રીતે શાક વઘાર્યું  ભોગ ન પામે ભરણી
અંતર માંહે અગ્નિ વસે પણ આનંદ ન પામે અરણી

નિજ નાભિમાં કસ્તુરી પણ હર્ષ ન પામે હરણી
દયો કહે ધન દાટીને જ્યમ ધનવંત કહાવે નિર્ધણી
-દયારામ
[પાછળ]     [ટોચ]