[પાછળ]

ગણેશ સ્થાપના-૨ પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યાં હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યાં હરખ્યાં પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યાં હરખ્યાં પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાં હરખ્યાં સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યાં હરખ્યાં માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યાં હરખ્યાં વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

[પાછળ]     [ટોચ]