[પાછળ]

નગર દરવાજે (સાંજીનું ગીત) નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ લાડલીની છાબ ભરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ * * * * * * * * * * દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]