[પાછળ]

નવે નગરથી જોડ ચુંદડી (સાંજીનું ગીત) નવે નગરથી જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે વોરો રે દાદા ચૂંદડી ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે વોરો રે દાદા ચૂંદડી સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે વોરો રે દાદા ચૂંદડી અમદાવાદની જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે વોરો રે દાદા ચૂંદડી ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે વોરો રે દાદા ચૂંદડી સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે વોરો રે દાદા ચૂંદડી જુનાગઢથી જોડ ચૂંદડી વાપરી, આવી રે અમારે દેશ રે વોરો રે દાદા ચૂંદડી ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી, વચમાં છે ચોખલીયાળી ભાત રે વોરો રે દાદા ચૂંદડી સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે વોરો રે દાદા ચૂંદડી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]