[પાછળ]

બાગમાં છંટાવો કાજુ કેવડો (સાંજીનું ગીત) બાગમાં છંટાવો કાજુ કેવડો વાડીમાં રોપાવો નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો છગનભાઈનો કુંવર કાજુ કેવડો મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે છંટાવો કાજુ કેવડો કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં પાન એટલાં વહુરાણીનાં માન રે છંટાવો કાજુ કેવડો સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો

[પાછળ]     [ટોચ]