[પાછળ]

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે (સાંજીનું ગીત) નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે મણીયારાને હાટે વીરો ચુડલો મૂલવે પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે સોનીડાને હાટે વીરો હારલા મૂલવે પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે કડી કેસરનો વીરો કડલો તે મૂલવે પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]