[પાછળ]

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે (સાંજીનું ફટાણું) ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે'ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને સાથે તેડી લાવો રે સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે મોહન જમાઈને પાડાની અસવારી રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે આનંદીકાકી તમે વેગે વેલા આવો રે નાના મોટા સૌને સાથે તેડી લાવો રે આનંદીકાકીને રેલગાડીની સવારી રે કાકા સાઈકલ પેડલ મારતા આવે રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે ત્રીજી કંકોતરી મુંબઈ શે'ર મોકલાવો રે મીઠીમાસી તમે વેગે વેલા આવો રે નાના મોટા સંધાયને તેડી લાવો રે મીઠીમાસીને વિમાનની સવારી રે માસા કરે ઊંટીયાની અસવારી રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે મૂછાળાં સૌ પાછળ દોડતાં આવે રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]