[પાછળ]

ભાદર ગાજે છે (સાંજીમાં ગવાતું ફટાણું) આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને એને નાકે ઓલી નથડી પહેરાવો પછી મનુને રમવા મેલોને એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે પછી મનુને રમવા મેલોને એને તગતગતું કાપડું ચડાવો રે પછી મનુને રમવા મેલોને આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]