[પાછળ]

હેતે લખિયે કંકોતરી રે લોલ (કુળદેવીને નિમંત્રણ) હેતે લખિયે કંકોતરી રે લોલ, હેતે લખિયે કંકોતરી રે લોલ લખિયે રૂડાં કુળદેવીના નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ સુખડના મંડપ રોપાવિયા રે લોલ બાંધ્યાં બાંધ્યાં લીલુડા તોરણ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ આવીને અવસર ઉજાળજો રે લોલ બાલુડાંને આપજો આશિષ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]