[પાછળ]

કંકુ છાંટી કંકોતરી મોકલી (માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત) કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે, માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે, માણેકથંભ રોપિયો પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો રે, માણેકથંભ રોપિયો બીજી કંકોતરી મામા ઘેર મોકલી મામા હોંશે મોસાળુ લઈ આવો રે, માણેકથંભ રોપિયો કંકુ છાટી કંકોતરી મોકલી, કેસર છાટી કંકોતરી મોકલી કંકુ છાટી કંકોતરી મોકલી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]