[પાછળ]

મારો માંડવો રઢિયાળો (વરપક્ષે મંડપ મૂરત) મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ લીલી પીળી માંડવાની છાંય માણારાજ વીરને માતા જોઈએ તો શારદાબેનને તેડાવો માણારાજ લાડેકોડે અમરીશભાઈ પરણાવો માણારાજ મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ લીલી પીળી માંડવાની છાંય માણારાજ વીરને બાપુ જોઈએ તો કનુભાઈને તેડાવો માણારાજ લાડેકોડે દીકરો પરણાવો માણારાજ મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ લીલી પીળી માંડવાની છાંય માણારાજ વીરને બેની જોઈએ તો ભારતીબેનને તેડાવો માણારાજ લાડેકોડે વીરાને પરણાવો માણારાજ મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ લીલી પીળી માંડવાની છાંય માણારાજ વીરને બનેવી જોઈએ તો નરેશભાઈને તેડાવો માણારાજ લાડેકોડે અમરીશભાઈ પરણાવો માણારાજ મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ લીલી પીળી માંડવાની છાંય માણારાજ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]