[પાછળ]

લીલા માંડવા રોપાવો (મંડપ મૂરત) લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો, રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ એમના કાકાને તેડાવો, એમની કાકીને તેડાવો માણારાજ લાડેકોડે ભત્રિજી પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો, રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે નિશાબેન પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ એમના નાનાને તેડાવો, એમની નાનીને તેડાવો માણારાજ લાડેકોડે દીકરી પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]