[પાછળ]

ઓઝો ઓઝો રે (ચાક વધાવવાનું ગીત) ઓઝો ઓઝો રે ઓઝી તણો, ઓઝો વહુનો વીરો રે ઓઝો લાવે ઘી તાવણી લાપસી તે રાંધશું ફરતે ચાટવે, જમશે અમરતવહુનો વીરો રે ઓઝો લાવે ઘી તાવણી કાંઠા કોરું રે કરડી ગયો, બોઘેણ્યું મેલ્યું મૈયરની વાટ રે ઓઝો લાવે ઘી તાવણી

ઓઝો ઓઝી ધસમશે (ચાક વધાવવાનું ફટાણું) ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા અકોટા ઘડાવ અકોટાના બેસે દોકડાં રે, કાને કોડિયાં જડાવ રે ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા કાંબિયું ઘડાવ કાંબિયુંના બેસે દોકડાં રે, પગે કાંઠા જડાવ રે ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા ચૂડલો કરાવ ચૂડલાના બેસે દોકડાં રે, મને નળિયાં સરાવ રે

[પાછળ]     [ટોચ]