[પાછળ]

વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ) કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે દાદા મોરા એ વર પરણાવ એ વર છે વેવારિયો રે ગગી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે રમતો'તો બહોળી બજાર દડૂલે મારાં મન મોહ્યાં રે કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે વીરા મોરા એ વર જોશે એ વર છે વેવારિયો રે બેની મારી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે ભણતો'તો ભટની નિશાળે અક્ષરે મારાં મન મોહ્યાં રે કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે કાકા મોરા એ વર જોજો એ વર છે વેવારિયો રે ભત્રિજી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે જમતો'તો સોનાને થાળે કોળીયે મારાં મન મોહ્યાં રે

[પાછળ]     [ટોચ]