[પાછળ]

મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ) લાંબી તે લાંબી સરોવરિયાની પાળ આ-હે એ પાળે તે મોતી નીપજે રે મોતી તે લાગ્યું જીગરભાઈ વરને હાથ આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો દાદા તે મોરા મુજને પરણાવો આ-હે મુજને પરણ્યાંની દાદા હોંશ ઘણી ખરચું તો ખરચું લાખ શું બે લાખ આ-હે મોભીને પરણાવું ઘણી હોંશથી

[પાછળ]     [ટોચ]