પીઠી ચોળોને પંચકલ્યાણી
(પીઠીનું ગીત)
પીઠી ચોળોને પંચ કલ્યાણી
પીઠી કિયા રે મુલકથી આણી
પીઠી સુરત શહેરથી આણી
પીઠી વડોદરામાં વખણાણી
પીઠી મુંબઈમાં રે ગવાણી
પીઠી પાવલાની પાશેર, પીઠી અડધાની અચ્છેર
પીઠી પોણાની પોણો શેર, પીઠી રૂપૈયાની શેર
પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે
પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે
પીઠી મામા ને મામી રે લાવે
પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે
પીઠી જોવાને સહુ રે આવે
ક્લીક કરો અને સાંભળો જુની ગ્રામોફોન રેકોર્ડઃ
|